સાબરમતીમાં મનીષભાઈ મહેતા પર થયેલ હુમલાનો મામલો, પોલીસ સ્ટેશને પહોંચ્યો

Chintan Suthar

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. ગત તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સાબરમતીના અચેર ડેપો પાસે આવેલ રાઇઝોનિક નમોહ (Riseonic Namoh) ફલેટમાં રહેતા મનીષભાઈ મહેતા પર બિલ્ડર અને તેના સાગરીતોએ ઓફિસમાં બોલાવી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં મનીષભાઈ મહેતાને મોંઢા અને આંખ પર ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે ફલેટના અન્ય સભ્યો અને જૈન સમાજના આગેવાનોએ ગઈકાલે 13 માર્ચના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ મનીષભાઈ મહેતા અને તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *