AMCમાં નાગરિકોના પ્રશ્નો માટે કોલ કરતા જ હેલ્પલાઈન પર હવે AI જવાબ આપશે

Chintan Suthar

સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી નગરજનોની સમસ્યાઓ ઉકેલવા સજ્જ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘કોમ્પ્રેહેન્સીવ કમ્પ્લેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ 2.0’ (CCRS 2.0) પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ નવી પેઢીની ડિજિટલ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની ફરિયાદોને વધુ પારદર્શક, ઝડપી અને સચોટ રીતે ઉકેલવાનો છે.

શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે હવે અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં કરવામાં આવશે, એઆઈ દ્વારા જ હેલ્પલાઈન પર નાગરિકોની ફરિયાદો નોંધવામાં આવશે, અને તેના નિરાકરણ માટે પણ એઆઈ દ્વારા ઝડપી નિરાકરણ કરાશે. એએમસી દ્વારા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ મારફતે કોમ્પ્રેહેન્સીવ કમ્પ્લેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ 2.0 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

એએમસી દ્વારા નાગરિકોની ઓનલાઈન અલગ અલગ માધ્યમોથી ફરિયાદ લેવામાં આવે છે જેમાં વોટ્સએપ, ટ્વીટર, SMS અને ફોનના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાય છે. હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે નાગરિકોની ઓનલાઈન ફરિયાદના તમામ માધ્યમોને એક જ પ્લેટફોર્મ પર લવાશે, એઆઈ અને એનાલિટિક્સ દ્વારા સમસ્યાઓનો ઝડપી ઉકેલ, રિયલ-ટાઈમ કામગીરીની પારદર્શિતા, મલ્ટી-ચેનલ ફરિયાદોનું રજિસ્ટ્રેશન, નાગરિકોની સેવા ઝડપી નિરાકરણ મળે તેના માટે કરવામાં આવશે.

આ અંગે મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં તમામ સિટીઝનો જે 155303 ઓનલાઈન કોર્પોરેશનનો જે નંબર છે તેના પર ફરિયાદ કરતા હોય છે અને તેમની ફરિયાદોનું 24 કલાકમાં નિરાકરણ આવતું હોય છે. પરંતુ ઘણીવાર સિટીઝન દ્વારા ફરિયાદ કામ થયા વગર જ બંધ થઈ ગઈ એવી ફરિયાદ આવતા તેનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવતું હતું. જોકે, હવે 155303 નંબર પર ઓનલાઈન ફરિયાદ કરતા AI દ્વારા તેને રિસિવ કરવામાં આવશે અને સમગ્ર મામલે કન્વર્ઝેશન કરી તેની ફરિયાદ નોંધવામાં આવશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *