Dhurandhar 2 માં વધારે ઘાતક બનશે હમઝા અલી, પાકિસ્તાનમાં મચાવશે તબાહી, જુઓ રણવીર સિંહની ફિલ્મનું ધમકેદાર Trailer

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

આદિત્ય ધરની ફિલ્મ ધુરંધરના બીજા પાર્ટનું ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ધુરંધર ફિલ્મ વર્ષ 2025 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. ત્યાર પછી આ ફિલ્મનો બીજો પાર્ટ કેવો હશે તે જાણવા માટે લોકો આતુર હતા. આ આતુરતાને ધુરંધર પાર્ટ ટુ ના ટ્રેલર એ વધારી દીધી છે.

ટ્રેલરમાં રણવીર સિંહ એક્શન અવતારમાં જોવા મળે છે. ફિલ્મમાં અન્ય કલાકારોનું અભિનય પણ ખૂબ જ અસરકારક લાગી રહ્યું છે. 3 મિનિટ 25 સેકન્ડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે રણવીર સિંહ જબરદસ્ત એક્શન મૂડમાં જોવા મળે છે. તે પહેલા કરતાં વધુ આક્રમક અંદાજમાં દેખાય છે. ટ્રેલરમાં પ્રશ્ન ઊભો થાય છે કે રહમાન ડકૈતના મોત પછી લિયારીનો બાદશાહ કોણ બનશે. ટ્રેલર પરથી એવું લાગે છે કે હવે લિયારીનો બાદશાહ રણવીર સિંહ બની ગયો છે. એક દ્રશ્યમાં પાકિસ્તાનના લોકો રણવીરની જીતનો જશ્ન મનાવતા પણ જોવા મળે છે. જ્યારે લિયારીના લોકો રણવીર સિંહની સાચી ઓળખ જાણે છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

https://www.youtube.com/watch?v=NHk7scrb_9I

ધુરંધર પાર્ટ 2 માં પહેલા કરતાં વધારે એક્શન અને ડ્રામા જોવા મળશે. ધુરંધર પાર્ટ 2 માં હમઝા અલી એટલે કે રણવીર સિંહ વધારે ઘાતક અને ખૂંખાર બની જશે. આ ફિલ્મમાં રણવીર સિંહના પાસ્ટ વિશે પણ સ્ટોરી દર્શાવવામાં આવશે. ધુરંધર ટુ ફિલ્મનું ટ્રેલર જીઓ સ્ટુડિયો એ તેની youtube ચેનલ પર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં અર્જુન રામપાલ અને સંજય દત્તના પાત્રની ઝલક પણ દેખાડવામાં આવે છે. ધુરંધર પાર્ટ ટુ માં દરેક પાત્ર વધારે હિંસક જોવા મળે છે.

Share This Article