ગોવામાં ગઈ તા. ૨૮મી નવેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રણવીર સિંહે ‘કાંતારા ચેપ્ટર વન’ ફિલ્મમાંથી દેવતાની મીમીક્રી કરતાં કર્ણાટકમાં ભારે વિરોધ થયો હતો. ત્યારે આ મામલે કર્ણાટક હાઈકોર્ટે “કાંતારા” વિવાદમાં એક્ટર રણવીર સિંહને બરાબરના ઝાટક્યા હતા અને કહ્યું હતું કે “માત્ર એક સેલિબ્રિટી હોવાથી, તેને કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી.”
મળતી માહિતી મુજબ, ‘કાંતારા ચેપ્ટર વન’ ફિલ્મમાંથી દેવતાની મીમીક્રી કરવા મામલે રણવીર સિંહ સામે એફઆઈઆર થઈ હતી. રણવીરે આ એફઆઈઆર રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. જે અંગે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી કરતા કોર્ટે અભિનેતાની ઝાટકણી કાઢી હતી.કોર્ટે એક્ટરને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે પોતાના શબ્દો અને વર્તન પ્રત્યે સાવધાની રાખવાની સલાહ પણ આપી. કોર્ટે કહ્યું- “અતિશય અસ્વીકાર્ય ભાષા છે.કોર્ટે રણવીરને વચગાળાની રાહત પણ આપી અને રાજ્ય સરકારને આગામી સુનાવણી સુધી તેની સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો. આ કેસમાં આગામી સુનાવણી સોમવાર, 2 માર્ચે યોજાશે.