રી એકવાર સોમવારની સવારે ગુજરાતની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. વડોદરા અને અમદાવાદ શહેરની લગભગ 14 જેટલી શાળાને ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. ધમકી મળતા જ ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો સ્કૂલોએ પહોંચીને તપાસ હાથધરી છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.
વડોદરા શહેરની ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શનેન સ્કૂલ, નવયુગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરની મકરબામાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલી A વન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇમેલ મળ્યા છે. વધુમાં, કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, નવરંગપુરાની સંત કબીર અને બાપુુનગરની સિલ્વર બેલ સ્કૂલને પણ ધમકી મળી છે.