સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે કે નહિ? RTI માં મોટો ખુલાસો

Chintan Suthar

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટર લગાવવા અંગે ભારે વિરોધ થઈ રહ્યો છે. પરંતું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે કે નહિ તે મોટો સવાલ છે. આ પ્રકારનું મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી તેવો ઘટસ્ફોટ રાણાવાવના એક અરજદારે કરેલી આર.ટી.આઇ.માં બહાર આવી છે. પોરબંદરમાં એક અરજદારે કરેલી અરજીમાં સામે આવ્યુ કે, આ પ્રકારનું મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી.

રાણાવાવના અમરદડ વિસ્તારમાં જડેશ્વર રેલવે ક્રોસિંગ સામે રહેલા માધવજી લક્ષ્મણ ડોડીયાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ પાસે આર.ટી.આઇ. કરીને કેટલીક વિગતો માંગી હતી. જેમાં સ્માર્ટ મીટર લગાડવં ફરજિયાત છે કે નહીં તે અંગે ઉંડાણથી માહિતી માંગી હતી. તેના જવાબમાં તંત્રએ એવું જાહેર કર્યું છે કે વીજ ગ્રાહકે ‘સ્માર્ટ મીટર’ લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી. સાથે જ જૂની મીટર સારી રીતે ચાલતું હોય તો તેને હટાવવાનો નિયમ પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યો નથી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *