ગુજરાત ATSની કાર્યવાહી, પાકિસ્તાન માટે કામ કરતા બે જાસૂસને ઝડપી પાડ્યા

Chintan Suthar

ગુજરાત ATSએ જાસૂસીકાંડનો પર્દાફાશ કર્યો છે. જાસૂસી નેટવર્ક કેસમાં ગુજરાત ATSએ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી પાકિસ્તાન સંપર્ક કરતા હોવાનું ખૂલ્યું છે. ગોવા અને દમણમાં કાર્યવાહી દરમિયાન 2 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

આ બંને આરોપીઓ સંવેદનશીલ સ્થળોએ જાસૂસી કરતા હતા અને તેની માહિતી પાકિસ્તાન પહોંચાડતા હતા.પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા જાસૂસની ગુજરાત એટીએસ દ્વારા દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજો આરોપી એ.કે. સિંહ, જે ભારતીય આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવતો હતો, તેની ધરપકડ ગોવામાંથી કરવામાં આવી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *