અમદાવાદ: સુભાષ બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો, 5 દિવસ માટે કરાયો બંધ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ બંધ રહેશે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના ડિટેઈલ ઈન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે.

બ્રિજના સમારકામમાં ક્ષતિ જણાતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 દિવસ સુધી આ બ્રિજ હવે બંધ રહેવાનો છે. સમગ્ર મામલે AMCના ઉચ્ચ અધિકારીઓ બ્રિજ પર પહોંચ્યા હતા અને તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું

Share This Article