પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુભક્તિની માંગલિક ભાવનાઓ સાથે પ્રતિવર્ષ ભાદરવા વદ નવમીની તિથિએ તેઓની જન્મજયંતી આપણે ભક્તિભાવપૂર્વક ઊજવીએ છીએ. પરંતુ આ સમય વરસાદી ઋતુનો હોવાથી, મોટી સંખ્યામાં તેઓનો લાભ લેવા આવતા હરિભક્તોને તકલીફ અનુભવાતી. તેથી હવેથી, પ્રતિ વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તેઓના પાર્ષદી દીક્ષા દિનના રોજ સંસ્થાકીય સ્તરે વિધિવત્ ઊજવાશે. આ આયોજન અનુસાર તેઓશ્રીની આગામી ૯૨મી જન્મજયંતી તા. ૨-૨-૨૦૨૬ના રોજ અટલાદરા(વડોદરા) મુકામે ઊજવાશે.
https://www.baps.org/Announcement/2025/HH-Mahant-Swami-Maharaj-Janma-Jayanti-28853.aspx
આગામી ભાદરવા વદ નવમીની જન્મજયંતી તિથિએ, તા. ૧૫-૯-૨૦૨૫ના રોજ તેઓશ્રી મહેસાણા ખાતે બિરાજમાન હશે, તો ત્યાં સ્થાનિક રીતે યોજાનાર કાર્યક્રમોમાં લાભ લેવા બહારગામના હરિભક્તોએ જવું નહીં. પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનું જીવંત પ્રસારણ થાય છે, તેનાં દર્શન કરી આપણે તેઓની જન્મજયંતીની પારંપરિક તિથિએ ઘરે બેઠાં ગુરુવંદના કરીશું.