અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન H1-B વિઝા પ્રક્રિયાને લઇને બદલાવ કરવા જઇ રહી છે. યુએસના હોમેલેન્ડ સુરક્ષા વિભાગે આ વિઝા જારી કરવા માટે એક વેઈટેડ પસંદગી પ્રક્રિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં લોટરીની જગ્યાએ હવે એ અરજદારોને વિઝાની પ્રાથમિકતા આપવામાં આવશે. જેમની પ્રોફાઇલ વધારે વજનદાર હશે અને જે વધારે કુશળ હશે.
અમેરિકાના H1-B વિઝાની ચાહ રાખવાવાળા ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. એવામાં આનો પ્રભાવ ભારતીયો પર વધુ અસર પડશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) ના આ યોજના હેઠળ, 85,000 H-1B વિઝા બેઠકો માટે અરજદારોની પસંદગી તેમની લાયકાત અને પગારના આધારે કરવામાં આવશે. આ નવી સિસ્ટમમાં, ઉચ્ચ કૌશલ્ય અને ઉચ્ચ પગાર ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
શું બદલાવ થશે?
અમેરિકામાં, H-1B વિઝા હજુ પણ રેન્ડમ લોટરી દ્વારા ફાળવવામાં આવે છે. આમાં, લાયકાત કે નોકરીદાતાને ધ્યાનમાં લીધા વિના, દરેક અરજદારો સાથે સમાન વર્તન કરવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસન હવે એમાં બદલાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. નવી સિસ્ટમમાં દરેક અરજદારો સાથે સમાન વ્યવહાર કરતા લોટરી સિસ્ટમની જગ્યાએ ડિગ્રી અને તેમના અનુભવને ધ્યાનમાં રાખવામાં આવશે.