વિઝિટિંગ ડોક્ટરોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિઝિટિંગ ડોક્ટરોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિઝિટિંગ ડોક્ટરોના પગારમાં રૂપિયા 1,200થી લઈને 5,800 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થઆને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત આ નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલ, પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ વધારાનો નિર્ણય લેવાયો છે.આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયન પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું.

Share This Article