IND VS ENG TEST : ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની હાર

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

લીડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની 5 વિકેટથી જીત થઈ છે. આ સાથે ઇંગ્લેન્ડની ટીમે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. લીડ્સ ટેસ્ટના ચોથા દાવમાં ઇંગ્લેન્ડને 371 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે પાંચમા દિવસે 5 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.

આ મેચમાં ભારતે કુલ 5 સદી ફટકારી હતી. ઋષભ પંતે બંને દાવમાં સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે એક-એક સદી ફટકારી હતી.મુકાબલામાં ભારતની પહેલી ઇનિંગ 471 અને ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ 467 પર સમેટાઈ હતી. એટલે પહેલી ઇનિંગના આધાર પર ભારતીય ટીમને 6 રનની લીડ મળી હતી. પછી ભારતે પોતાની બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા. ત્યાર બાદ ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ભારતીય ટીમ ચોથી દાવમાં 371 રનના વિશાળ લક્ષ્યાંકનો બચાવ કરી શકી ન હતી. ભારતની બેટિંગ મજબૂત રહી હતી, જોકે બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી છે. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.

Share This Article