ચીની વૈજ્ઞાનિકોની નવી શોધ, મચ્છર સાઈઝનું ડ્રોન બનાવ્યું

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ચીને મોડર્ન વોરફેરની તસવીર પૂરી રીતે બદલી દીધી છે. ત્યારે આ વચ્ચે વધુ એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ચીનના વૈજ્ઞાનિકોએ લશ્કરી કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકે તેવા મચ્છર સાઈઝના ડ્રોન તૈયાર કર્યા છે. ચીની વૈજ્ઞાનિકોએ મચ્છર સાઇઝવાળો મિલિટ્રી ડ્રોન બનાવ્યું છે, જે યુદ્ધમાં મોટી મદદ કરી શકે છે.

આ મિલિટ્રી ડ્રોન સર્વિલાન્સ સાથે-સાથે છુપાઈને ગુપ્ત જાસૂસી મિશનને પણ અંજામ આપી શકે છે. યુદ્ધ દરમિયાન ચીની સેના આ નાના ડ્રોનની મદદથી દુશ્મન પર નજર રાખી શકે છે. આ માઇક્રો ડ્રોન ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજી (NUDT)ની રોબોટિક્સ લેબ દ્વારા બનાવવામાં આવ્યો છે. ચીની મીડિયાને NUDTના એક રિસર્ચરે જણાવ્યું કે તે એક પ્રકારનો રોબોટ છે, જેને મિનિએચર બાયોનિક રોબોટ કહેવામાં આવે છે. તેમાં 2 નાની-નાની પાંખો બનાવવામાં આવી છે, જે દેખાવમાં મચ્છરની પાંખો જેવી દેખાય છે. આ સિવાય, તેના વાળ જેટલા પાતળા ત્રણ પગ આવે છે. આ ડ્રોનને સ્માર્ટફોન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેની લંબાઈ માત્ર 1.3 સેન્ટિમીટર છે.

Share This Article