વાવ-થરાદના ભારતમાલા હાઈવે પર અકસ્માત, રખડતા ઢોર સાથે કાર અથડાતા બે લોકોના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

થરાદ નજીક ભારતમાલા એક્સપ્રેસવે પર રખડતા ઢોરનો ખતરો ફરી જીવલેણ બન્યો છે. અચાનક રખડતી ગાય કારની વચ્ચે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં કારનો કચ્ચરઘાણ વળી જતાં ઘટનાસ્થળે ભયાનક દૃશ્ય સર્જાયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.અકસ્મત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

Share This Article