રણવીર સિંહ અને આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ રિલીઝના માત્ર બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. આ ફિલ્મે માત્ર બિઝનેસનો ઈતિહાસ જ નથી રચ્યો, પરંતુ બોલિવૂડ માટે સફળતાના નવા રેકોર્ડ સ્થાપી દીધા છે. ફિલ્મના પ્રથમ દિવસના વર્લ્ડવાઈડ કલેક્શનના આંકડાઓ સામે આવ્યા છે, અને તમામ અંદાજોને પાછળ મૂકી દીધા છે. પહેલા દિવસ માટે 60 થી 70 કરોડ સુધીના કલેક્શનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો,પરંતુ ફિલ્મે તમામ અંદાજોને ખોટા સાબિત કરતા પહેલા જ દિવસે જબરદસ્ત કમાણી કરી છે.

👉 ફિલ્મનો બોક્સ ઓફિસ રિપોર્ટ:
પ્રથમ દિવસનું કલેક્શન:
₹102.55 કરોડ (બધી ભાષાઓમાં)
કુલ (પ્રીવ્યૂ + ડે 1):
નેટ કલેક્શન: ₹139.78 થી ₹145.55 કરોડ
ગ્રોસ કલેક્શન: ₹172.63 કરોડ
વર્લ્ડવાઈડ કમાણી:
₹200 કરોડને પાર
ફિલ્મે 21,728 શોમાં પ્રદર્શન કર્યું અને 50 લાખથી વધુ લોકો થિયેટર સુધી પહોંચ્યા. હિન્દી વર્ઝને સૌથી વધુ કમાણી કરી, પરંતુ સાઉથ ભાષાઓમાં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ‘ધુરંધર 2’એ શાહરૂખ ખાનની ‘જવાન’, ‘પઠાન’ અને ‘એનિમલ’ જેવા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. એટલું જ નહીં, ફિલ્મે RRR, બાહુબલી 2, KGF ચેપ્ટર 2 જેવી પેન ઇન્ડિયા ફિલ્મોને પણ ઓપનિંગમાં પાછળ મૂકી દીધી છે. ફિલ્મની આ શરૂઆત જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ રવિવાર સુધીમાં જ 500 કરોડનો આંકડો પાર કરી લેશે.
👉 ગ્લોબલ લેવલે પણ ધમાલ
ફિલ્મે ઓપનિંગ ડે પર જ આ મોટી ફિલ્મોને પણ પાછળ મૂકી:
RRR – ₹223 કરોડ
બાહુબલી 2 – ₹214 કરોડ
કલ્કી 2898 AD – ₹174 કરોડ
KGF ચેપ્ટર 2 – ₹159 કરોડ
ફિલ્મમાં ‘હમઝા’ ના પાત્રમાં રણવીર સિંહે જીવ રેડી દીધો છે. ફિલ્મની આ અભૂતપૂર્વ સફળતા જોઈને રણવીર સિંહ પોતે પણ ખુશી રોકી શક્યો નથી. મુંબઈમાં યોજાયેલી સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણવીર સિંહ તેના લોકપ્રિય ગીત પર બેફિકર થઈને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનમાં દિગ્દર્શક આદિત્ય ધર, તેમની પત્ની યામી ગૌતમ અને લીડ એક્ટ્રેસ સારા અર્જુન પણ ગદગદિત જોવા મળ્યા હતા.
https://www.instagram.com/reel/DWEec7nk0O0/?utm_source=ig_web_copy_link
સફળતા પછી ઉજવણીનો માહોલ
ફિલ્મ રિલીઝ થયા પછી મુંબઈમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મની સ્ટાર કાસ્ટ એક સાથે આવી અને સફળતાની ઉજવણી કરી. આ પ્રસંગે રણવીર સિંહ ખૂબ જ ખુશીથી નાચતા જોવા મળ્યા, અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.