ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તેઆ સન્માનની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેઓ આ મેડલ મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે. જેમને આ પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરવામાં આવ્યો હોય. આ ઇઝરાયલી સંસદ, નેસેટનું સર્વોચ્ચ સન્માન છે. ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં વડા પ્રધાનના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને આ મેડલ અર્પણ કરવામાં આવ્યો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ કોઈ એક વ્યક્તિ માટે સન્માન નથી, પરંતુ ભારત અને ઇઝરાયલ વચ્ચેની સ્થાયી મિત્રતાને શ્રદ્ધાંજલિ છે.
આ એવોર્ડ સાથે વડાપ્રધાન મોદીએ એક અનોખો ઈતિહાસ રચ્યો છે. તેઓ દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાં સામેલ થઈ ગયા છે જેમને ઈઝરાયેલ અને ફિલિસ્તિન (Palestine) બંને દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા હોય. અગાઉ 2018 માં તેમને ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તિન’ આપવામાં આવ્યું હતું. આ બાબત પીએમ મોદીની સંતુલિત અને પ્રભાવશાળી વિદેશ નીતિ (Foreign Policy) ની સફળતા દર્શાવે છે.