સ્પાઈસજેટની ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ : 150 મુસાફરો સવાર હતા

Chintan Suthar

મંગળવારે દિલ્હી એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો જ્યારે દિલ્હીથી લેહ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઇટ SG-121 ટેકઓફ કર્યા પછી તરત જ પાછી આવી ગઈ હતી. ફ્લાઇટમાં આશરે 150 મુસાફરો સવાર હતા સદનસીબે, બધા સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. આ ઘટના ફરી એકવાર એરલાઇન સલામતી અને તકનીકી ઈમરજન્સીની ગંભીરતા દર્શાવે છે.

મળતી માહિતી મુજબ, એરલાઇન કંપની સ્પાઇસજેટના બોઇંગ 737 પ્લેને દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ હતું. ફ્લાઇટ SG-121એ મંગળવારે સવારે દિલ્હીના જ IGI એરપોર્ટ પરથી લેહ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા થોડી મિનિટો બાદ પ્લેનના એન્જિન-2માં ખામી સર્જાઈ હતી. આ પછી પાઇલટે પ્લેનને પાછું દિલ્હી તરફ વાળ્યું અને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટમાં 150 મુસાફરો-ક્રૂ સવાર હતા.ઘટના અંગે એરલાઇને જણાવ્યું છે કે ફ્લાઇટે સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. કોકપિટમાં કોઈ પણ પ્રકારની આગનું એલર્ટ મળ્યું ન હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *