શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર, એડવાન્સ બુકિંગમાં તોડ્યા રેકોર્ડ!

Chintan Suthar

શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો'(O Romeo) 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી, વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયા જેવા કલાકારો જોવા મળશે.

ફિલ્મને લઈને દર્શકોમાં એટલો ક્રેઝ છે કે રિલીઝના એક દિવસ પહેલા જ એડવાન્સ બુકિંગના આંકડાઓએ ફિલ્મ પંડિતોને ચોંકાવી દીધા છે. શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિયો’ નું એડવાન્સ બુકિંગ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશભરમાં શરૂ થયું હતું. ફિલ્મના ટ્રેલરે પહેલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી, જેના કારણે ચાહકોમાં ઉત્તેજના હતી. આ જ કારણ છે કે બુકિંગ શરૂ થતાની સાથે જ ટિકિટોના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.ઉપલબ્ધ આંકડા મુજબ, માત્ર બે દિવસમાં જ ફિલ્મી 50,361 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.

ફિલ્મની લોકપ્રિયતા જોતા તેને દેશભરમાં અત્યાર સુધીમાં 8,365 શો મળ્યા છે. એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મનું ગ્રોસ કલેક્શન અત્યાર સુધીમાં 1.18 કરોડ રૂપિયા ના આંકડાને પાર કરી ગયું છે.જાણકારોનું માનવું છે કે રિલીઝ પહેલાની રાત સુધીમાં આ આંકડો 2 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જે રીતે ઝડપ જોવા મળી રહી છે, તેના પરથી એવી અપેક્ષા રખાય છે કે ‘ઓ રોમિયો’ પહેલા દિવસે 10 થી 15 કરોડ રૂપિયા નું શાનદાર ઓપનિંગ કરી શકે છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *