લાલ કિલ્લા હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ : સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાવો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના તાજેતરના અહેવાલે ભારતના એ દાવાઓની પુષ્ટિ કરી છે કે ગયા વર્ષે ૧૦ નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર ધડાકા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) નો હાથ હતો. યુએનની એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેંક્શન્સ મોનિટરિંગ ટીમની ૩૭મી રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે જૈશે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ૧૫ લોકોના મોત થયા હતા.

યુએન સિક્યુરિટી કાઉન્સિલની 1267 સેન્ક્શન્સ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ, એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેન્ક્શન્સ મોનિટરિંગ ટીમે લાલ કિલ્લા હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સંડોવણીની પુષ્ટિ કરી છે. એક સભ્ય દેશના જણાવ્યા અનુસાર, જૈશે પોતે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ રિપોર્ટ ફરી એકવાર સરહદ પારથી ફેલાવવામાં આવતા આતંકવાદ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આ અહેવાલમાં માત્ર જૈશ જ નહીં, પરંતુ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ગણાતા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Share This Article