વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ધુમાડો જોવા મળ્યો. કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે.ધમાકાઓ પછી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ગભરાઈને રસ્તાઓ પર આવી ગયા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ધમાકાઓનું કારણ શું હતું. વેનેઝુએલા સરકાર તરફથી આ ઘટના પર તરત કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ હુમલા અમેરિકા તરફથી થયા છે.
શનિવારે સવારે લગભગ 2 વાગ્યે, વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટો સંભળાયા હતા. શહેર ઉપર ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.આ ઘટના એવા સમયે બની છે, જ્યારે વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો છે. અમેરિકાએ વેનેઝુએલા નજીક સમુદ્રમાં સૈનિકો, વિમાનો અને યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે.આ દરમિયાન અમેરિકી સેનાએ ઘણી નાની બોટ પર હુમલા કર્યા, જેના વિશે અમેરિકાનો દાવો છે કે તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતી. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોનાં મોત થયા છે.