રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભીષણ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. એક તરફ યુદ્ધના મેદાનમાં રશિયાએ આક્રમકતાની તમામ હદો વટાવી દીધી છે. ત્યારે રશિયાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં રાજધાની મોસ્કોમાં 22 ડિસેમ્બરે એક કારમાં પ્રચંડ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં એક રશિયન લેફ્ટનન્ટ જનરલનું મોત નીપજ્યું. અહેવાલ અનુસાર રશિયાની તપાસમાં જાણકારી સામે આવી કે રશિયન જનરલ સ્ટાફના આર્મી ઓપરેશનલ ટ્રેનિંગ ડિરેક્ટોરેટના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સરવરોવની હત્યા કરી દેવામાં આવી છે.
રશિયાના સ્થાનિક મીડિયા અનુસાર મોસ્કોમાં આ કાર વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. અહેવાલોમાં દાવો કરાયો છે કે કારની નીચેના ભાગમાં આઈઈડી બોમ્બ છુપાવવામાં આવ્યો હતો. જેવી જ કાર શરૂ થઇ કે થોડાક જ અંતરે જતા પ્રચંડ બ્લાસ્ટ થઈ ગયો હતો. ઉ