બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જંગી જીત, મહા ગઠબંધનના સૂંપડા સાફ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDA એ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે બધી 243 બેઠકોના પરિણામો જાહેર કર્યા.ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં તેના સાથી પક્ષ, જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો જીતી છે.ચૂંટણીના પરિણામ મુજબ, બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે.

બીજીબાજુ, બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહા ગઠબંધનના સૂંપડા સાફ થઇ ગયા છે. મહાગઠબંધન ફક્ત 35 બેઠકો પર સમેટાઈ ગયું. મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની પાર્ટી RJD એ સૌથી વધુ 25 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠક પર અને અન્ય સહયોગી પક્ષોએ 4 બેઠક પર જીત મેળવી છે. NDA હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યું છે.

બિહાર ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય જીત બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે.નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા નરેન્દ્ર મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા.

Share This Article