મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં નવમા ભવ્ય દીપોત્સવ નું ઉદ્ઘાટન ભગવાન રામ અને માતા સીતાના પ્રતીકાત્મક “રાજકોષ” દ્વારા કર્યું હતું. આ દીપોત્સવે 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને બે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપિત કર્યા છે. પ્રથમ રેકોર્ડ એકસાથે 2,617,215 દીવાઓ પ્રગટાવવાનો હતો, જ્યારે બીજો રેકોર્ડ 2,128 પુજારીઓ દ્વારા સરયુ નદીના કિનારે કરાયેલી ભવ્ય આરતીનો હતો.

આ પ્રસંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે લોકોને દીપોત્સવની શુભકામના પાઠવી છે. તેમજ કહ્યું છે કે આ એક દીપ 500 વર્ષના અંધકાર પર આસ્થાનો વિજય છે. સીએમ યોગીએ વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યાએ શહેર છે જ્યાં ધર્મ માનવ સ્વરૂપમાં અવતાર પામ્યો હતો. જ્યાં ભગવાન રામ સર્વવ્યાપી છે.
