શનિવારે રાત્રે (11 ઓક્ટોબર) અફઘાન સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ભારે હથિયારોથી સાત અલગ અલગ વિસ્તારોમાં હુમલો કર્યો. અફઘાન સેનાનો દાવો છે કે આ કાર્યવાહીમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે પાંચને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.છેલ્લા કેટલાક મહિનાઓથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બગડ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે, પાકિસ્તાનમાં આતંક ફેલાવનાર TTPને અફધાનિસ્તાન આશ્રય આપી રહ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાની હુમલાના જવાબમાં, અફઘાનિસ્તાને શનિવારે મોડી રાત્રે નંગરહાર અને કુનાર પ્રાંતમાં ડ્યુરન્ડ લાઇન નજીક પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર હુમલો કર્યો. સુરક્ષા સૂત્રોએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે શનિવારે રાત્રે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાની દળો વચ્ચેની અથડામણમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.
