આજકાલ થિયેટરોમાં ઘણી ફિલ્મો આવે છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી જેની રાહ જોવાઈ રહીં હતી. એવી ફિલ્મ ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. શુક્રવારે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘કંતારા ચેપ્ટર 1’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અદભૂત કલેક્શન કર્યું છે.
કાંતારા ફિલ્મની જેમ આ ફિલ્મ બનાવવામાં પણ ડિરેક્ટર અને અભિનેતા ઋષભ શેટ્ટીએ પોતાનું 100 ટકા યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. આ મહેનતના પરિણામ સ્વરૂપે ફિલ્મે રિલીઝ થયાના માત્ર બે દિવસમાં અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.
ફિલ્મે પહેલા દિવસે 61.85 કરોડ રૂપિયાની કમાણી કરી
‘કાંતારા ચેપ્ટર 1’ માત્ર બે દિવસમાં ભારતમાં રૂા.100 કરોડનો આંકડો પાર કરી ગયું છે.ફિલ્મી સૂત્રોના અહેવાલો મુજબ, ‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’ ફિલ્મે પહેલા દિવસે 61.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે પૈકી હિન્દીમાં 18.5 કરોડ, તમિલમાં 5.5 કરોડ, તેલુગુમાં 13 કરોડ, કન્નડમાં 19.6 કરોડ અને મલયાલમમાં 5.25 કરોડનું કલેક્શન કર્યું હતું.
બીજા દિવસે એટલે કે શુક્રવારે આ ફિલ્મે 45 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ તેની કુલ કમાણી 106.85 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ હતી. આમ, માત્ર બે દિવસમાં ‘કાંતારા ચેપ્ટર 1’ ફિલ્મે 100 કરોડના ક્લબમાં સામેલ થઈને અનેક રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.
