ગુજરાતમાં અવારનવાર માર્ગ અકસ્માતોની ઘટનાઓ બને છે. હાઇવે પર બેફામ વાહન હંકારતા વાહનચાલકોને કારણે રોડ એક્સિડન્ટ થતા હોય છે. ત્યારે રવિવારે ફરી એક મોટો અકસ્માત થયો છે. જેમાં ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.અકસ્માતની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
