યુકેના ગૃહ વિભાગે જાહેરાત કરી છે કે, અમે પહેલા ઘૂસણખોરોનો દેશનિકાલ કરીશું અને પછી અપીલની તક આપીશું. અગાઉ આ નીતિ 8 દેશ પર લાગુ હતી, પણ હવે એમાં 23 દેશોને આવરી લેવાશે, જેમાંનું એક ભારત પણ છે.
અત્યાર સુધી વિદેશી ગુનેગારો અમારી ઇમિગ્રેશન પ્રણાલીને પોતાની સુવિધા મુજબ ખેંચતા આવ્યા છે, જેને લીધે તેઓ મહિનાઓ કે વર્ષો સુધી યુકેમાં રહી શકતા હતા. હવે આ નિયમોને બદલવાનો સમય આવી ગયો છે. કાયદાનો કડક અમલ થશે અને વિદેશી ગુનેગારો સામે ઝડપથી કાર્યવાહી કરાશે.
