અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ કર્યો લાઈવ વીડિયો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું છે. આ ડ્રેગન કેપ્સૂલ નિશ્ચિત સમયની તુલનાએ 20 મિનિટ વહેલાં જ ડૉક પહોંચ્યું છે. ડૉકિંગ પ્રક્રિયા શરૂ થઈ છે.

https://x.com/elonmusknewsv/status/1938166819262693657

અંતરિક્ષમાં પહોંચ્યા બાદ શુભાંશુ શુક્લાએ વીડિયો સંદેશ આપ્યો હતો. તેમણે દેશને અંતરિક્ષમાંથી નમસ્કાર કરતા તેમનો અનુભવ જણાવ્યો હતો. વીડિયો મેસેજમાં શુક્લાએ જણાવ્યું હતું કે, અંતરિક્ષમાં હલન-ચલન કરવુ અને ખાણી-પીણી સહિતની વિવિધ બાબતો એક બાળકની જેમ શીખી રહ્યો છું. મને અહીં ખૂબ ઊંઘ આવી રહી છે, આ એક નાની શરુઆત છે. પરંતુ ભારતના માનવ અંતરિક્ષ કાર્યક્રમની દિશામાં એક સ્થિર અને નક્કર પગલું છે.

મહત્વનું છે કે, આ અંતરિક્ષ યાન 28,000 કિમી પ્રતિ કલાકની સ્પીડે 418 કિમી ઊંચાઈ પર પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે. લોન્ચિંગ બાદ લગભગ 26 કલાકની યાત્રા પૂરી થઈ ચૂકી છે. હવે તે અંતિમ ચરણમાં છે. યાનના ઓર્બિટલ મેન્યુવર્સ કરવામાં આવ્યા છે. જેથી ISSની કક્ષા સાથે સંરેખિત થઈ શકે.ડ્રેગન કેપ્સૂલની ISS સાથે ડૉકિંગ પ્રક્રિયા ઓટોનોમસ છે. જેના પર શુભાંશુ અને કમાન્ડર પેગી વ્હિટસન દેખરેખ રાખશે. આ પ્રક્રિયા સચોટતા અને સુરક્ષાથી સજ્જ છે. જેના ચાર તબક્કા છે.

Share This Article