ટાઇટન્સ સ્પેસ દ્વારા અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ મિશન પર જશે ભારતની દીકરી

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાની રહેવાસી એક સરળ દેખાતી યુવતી હવે એવું કંઈક કરવા જઈ રહી છે જે આજ સુધી ભારતમાં બહુ ઓછા લોકો કરી શક્યા છે. જાહ્નવી ડાંગેતી નામની આ 23 વર્ષની છોકરીને ટાઇટન્સ સ્પેસ નામની એક મોટી અવકાશ કંપનીએ તેના અવકાશ મિશન માટે પસંદ કરી છે.

મળતી માહિતી મુજબ, 23 વર્ષીય જાહ્નવી ડાંગેતી વર્ષ 2029માં અંતરિક્ષની યાત્રા કરવા જઈ રહી છે. અમેરિકાના ટાઇટન્સ સ્પેસ દ્વારા અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ (EarthLoop Orbital Cruise) મિશન માટે તેમની પસંદી કરવામાં આવી છે. આ મિશન હેઠળ તે પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે અને લગભગ 3 કલાક સુધી ઝીરો ગ્રેવિટીમાં રહેશે.ભારતીય અંતરિક્ષયાત્રી જાહ્નવી ડાંગેતીએ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન તેમણે ઘણાં પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો. તે નાસાના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામનો પણ ભાગ રહી ચૂકી છે. જાહ્નવી ડાંગેતીને ISRO દ્વારા યંગ અચીવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Share This Article