ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટું સન્માન આપ્યું

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતો સ્ટાર રિન્કુ સિંહને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટું સન્માન આપ્યું છે. T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને હવે અલીગઢ જિલ્લા હેઠળ અમીન જિલ્લા બેઝિક એજ્યુકેશન ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ક્રિકેટર રિંકુ સિંહ સપા સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે આ પહેલા રિંકુ સિંહને યુપી સરકાર તરફથી મોટી ભેટ આપવામાં આવી છે.

ક્રિકેટર રિંકુ સિંહ હવે યુપી સરકારમાં અધિકારી બનીને પોતાની નવી ઇનિંગ શરૂ કરશે. રિંકુ સિંહને સ્પોર્ટ્સ ક્વોટામાંથી સીધા સરકારી અધિકારી બનાવવામાં આવી રહ્યા છે.રિન્કુ સિંહનો જન્મ 12 ઑક્ટોબર, 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં થયો હતો. આર્થિક મુશ્કેલીઓ છતાં તેણે હાર ન માની અને ક્રિકેટને પોતાનું સ્વપ્ન બનાવ્યું અને પૂરા દિલથી મહેનત કરી. આજે તે માત્ર ટીમ ઈન્ડિયાનો ભાગ નથી, પરંતુ લાખો યુવાનો માટે પ્રેરણા પણ છે.

Share This Article