NEET UG 2025 : પરિણામ જાહેર, રાજસ્થાનના મહેશ કુમારનો પ્રથમ રેંક આવ્યો

Chintan Gohil

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામમાં રાજસ્થાનના રહેવાસી મહેશ કુમારને પહેલો રેન્ક પ્રાપ્ત થયો છે. અને ઇન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે.

તેમજ ગુજરાત માટે પણ ગૌરવપૂર્ણ વાત છે, કેમકે ટોપ-10માં ગુજરાતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓમાં જૈનીલ ભાયાણીએ છઠ્ઠો અને અમાવાદના ભવ્ય ઝાએ આઠમો રેન્ક મેળવ્યો છે.પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોએ NTA neet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમનું પરિણામ ચેક કર્યુ. મહત્વનું છે કે ગયા વર્ષે, NTA એ NEET પરિણામ 4 જૂન, 2024 ના રોજ, 14 જૂનની નિર્ધારિત તારીખથી 10 દિવસ પહેલા જાહેર કર્યું હતું. NEET UG પરિણામ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે. ટોપર્સના નામ અને તેમના મહત્વપૂર્ણ આંકડાઓ વિશેની માહિતી પણ NTA દ્વારા શેર કરવામાં આવ્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *