‘સરકાર’ ફિલ્મના નિર્માતા મનીષ ગુપ્તાએ ડ્રાઈવરને છરી મારી દીધી, પગાર મુદ્દે કરી હતી બબાલ

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા (FilmMaker Manish Gupta) પર પગારના રૂપિયા ના ચૂકવ્યા હોવાના વિવાદ મુદ્દે તેમના ડ્રાઇવર પર છરી હુમલો કર્યાના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના 5 જૂન, 2025ની રાત્રે લગભગ 8:30 વાગ્યે મનીષ ગુપ્તાની વર્સોવા સ્થિત સાગર સંજોગ બિલ્ડિંગની ઓફિસમાં બની હતી. રાજીબુલ ઇસ્લામ મોહમ્મદ લશ્કર, જેઓ છેલ્લા 3 વર્ષથી ગુપ્તા માટે ડ્રાઇવર તરીકે કામ કરતા હતા, તેમણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, હજુ સુધી ફિલ્મમેકરની ધરપકડ કરવામાં નથી આવી.

ડ્રાઇવરે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, ‘હું ફિલ્મમેકર મનીષ ગુપ્તાને ત્યાં છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો. મને દર મહિને 23 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો. જોકે, ફિલ્મમેકરે મને ક્યારેય સમયસર પગાર નથી આપ્યો અને એક દિવસ અચાનક કામ પરથી કાઢી મૂક્યો અને મારા બાકીના પૈસા પણ ન આપ્યા. જ્યારે હું બાકીનો મારો પગાર માંગવા ગયો તો મને પૈસા ન આપ્યા અને બાદમાં બોલાચાલી થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે, મનીષ ગુપ્તાએ મારા પર ચાકુથી હુમલો કર્યો અને બાદમાં હું ઈજાગ્રસ્ત થઈ ગયો. મને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, જ્યાં મારી સારવાર કરવામાં આવી.’ ડ્રાઇવર લશ્કરના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે ફિલ્મમેકરની જલ્દીથી જલ્દી ધરપકડની માંગ કરી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *