ટ્રમ્પ બનાવવા જઈ રહ્યા છે અમેરિકાની સુરક્ષા માટે મહાકવચ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે હવે અમેરિકાને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશ માટે નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની જાહેરાત કરી છે. તેને ‘ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ’ નામ આપ્યું છે. જેની અંદાજિત કિંમત 175 બિલિયન ડૉલર જણાવવામાં આવી રહી છે. એર ડિફેન્સ સિસ્ટમ દેશને કોઈપણ મિસાઈલ, ડ્રોન અને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. ગોલ્ડન ડોમનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશોથી ઉત્પન્ન થતાં જોખમથી અમેરિકાનું રક્ષણ કરવાનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ડોમ ઈઝરાયલના આયર્ન ડોમથી અનેક ગણું મજબૂત હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “અમે ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ શીલ્ડ વિશે એક ઐતિહાસિક જાહેરાત કરી રહ્યા છીએ. આ એવી વસ્તુ છે જે આપણે ઇચ્છીએ છીએ. અમેરિકાના 40મા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ઘણા વર્ષો પહેલા તે ઇચ્છતા હતા, પરંતુ તેમની પાસે ટેકનોલોજી નહોતી. પરંતુ તે હવે આપણી પાસે છે.

175 બિલિયન ડોલર ખર્ચ

ટ્રમ્પે કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મેં અમેરિકાના લોકોને વચન આપ્યું હતું કે હું આપણા દેશને વિદેશી મિસાઇલ હુમલાના ખતરાથી બચાવવા માટે એક અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ કવચ બનાવીશ. ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ કવચ બનાવવાનો ખર્ચ 175 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

Share This Article