હૈદરાબાદમાં ભીષણ આગમાં 17 લોકોના મોત

Chintan Gohil

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભીષણ આગની ઘટનામાં 17 લોકો ભડથુ થઇ ગયા છે. મૃત્યુ પામેલા લોકોમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે. સાથે સાથે મૃતકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. હૈદરબાગદના ઐતિહાસિક ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી હતી.માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધું હતું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *