ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ, IT બાદ EDની રેડ

Chintan Gohil
By Chintan Gohil 2 Min Read

ગુજરાતના અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી છેલ્લા 48 કલાકમાં ગુજરાત સમાચાર અને જીએસટીવી ન્યૂઝની ઓફિસો પર ઈન્કમટેક્સ અને ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ કરવામાં આવી છે. તેઓને હાલ વી.એસ.હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.મહત્વનું છે કે, ગુજરાત સમાચાર એ ગુજરાતનું એક અગ્રણી અખબાર છે, જેની માલિકી શ્રેયાંસભાઈ શાહ અને બાહુબલી શાહ ધરાવે છે.

ભારતમાં પ્રકાશિત થતું એક અગ્રણી ગુજરાતી ભાષાનું દૈનિક અખબાર

આ અખબાર 92 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે, જેની સ્થાપના 1932 માં થઈ હતી. ED ના દરોડા પાડવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.ગુજરાત સમાચાર એ ભારતમાં પ્રકાશિત થતું એક અગ્રણી ગુજરાતી ભાષાનું દૈનિક અખબાર છે. તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે, જેની શાખા કચેરી સુરતમાં છે. તે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મુંબઈ, મહેસાણા, ભૂજ અને ન્યુ યોર્ક શહેરમાં વહેંચાયેલું આ અખબારની સ્થાપના ૧૯૩૨માં છબીલભાઈ એમ.પટેલ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં ૧૯૫૨માં શાંતિલાલ શાહ દ્વારા તેને હસ્તગત કરવામાં આવ્યું હતું. તેનો પહેલો અંક ૧૬ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ પ્રકાશિત થયો હતો. બાહુબલી શાહ અને શ્રેયાંસભાઈ શાહ સંયુક્ત રીતે અમૃત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કંપનીમાં ૨૪.૬% હિસ્સો ધરાવે છે, જ્યારે અન્ય ૯.૬૨% હિસ્સો પરિવારના ત્રણ અન્ય સભ્યો: નિર્મમ શાહ, અનુપમાબેન શાહ અને અમમ એસ.શાહ પાસે છે.

Share This Article