પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડરથી એક પાકિસ્તાની સૈનિકને કસ્ટડીમાં લીધો છે.
પાક રેન્જરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ
મળતી માહિતી મુજબ, પહલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની દરેક પ્રવૃત્તિ પર નજીકથી નજર રાખવામાં આવે છે, સરહદ પર સુરક્ષા પણ વધારવામાં આવી છે. ત્યારે આ દરમિયાન શનિવારે એક પાકિસ્તાની રેન્જર સરહદમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે બીએસએફે તેને અટકાવ્યો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. હવે તે કયા હેતુથી સરહદ પાર કરી રહ્યો હતો, તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ રાજસ્થાન ફ્રન્ટિયરની બીએસએફ યુનિટે આ પાકિસ્તાની સૈનિકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે.