પરબધામ જેને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ માનવામાં આવ છે, આ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાર્ટ એટેક આવતા કરસનદાસ બાપુને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. મળતી જાણકારી માટે સંત કરસનદાસ બાપુને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમની હાલત વધારે ગંભીર બની ગઈ હતી. જેથી હોસ્ટિલના ડૉક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
હાલ કોઈ ભક્તો હોસ્પિટલ ખાતે ન આવેઃ ડોક્ટર
સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમના સેવકો તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સંત કરશનદાસ બાપુના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. કરસનદાસ બાપુના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલના ડોક્ટરે માહિતી આપી હતી અને ભક્તોને હોસ્પિટલ ખાતે ન આવવા અપીલ કરી હતી. હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરીયાએ બાપુની તબિયત અંગે વિગતો આપી હતી. ડૉક્ટરે કહ્યું કે, કરસનદાસ બાપુને કમ્પલીટ હાર્ટ બ્લોક હોવાનું નિદાન કરવામાં આવ્યું છે. અત્યારે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, કરસનદાસ બાપુ પરબધામ આશ્રમના મુખ્ય મહંત તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. અને હજારોની સંખ્યામાં ભક્તો પરબધામમાં તેમના પ્રવચનો સાંભળવા માટે આવતા હોય છે. અત્યારે બાપુની નાજુક તબિયતના કારણે ભક્તોમાં ભારે ચિંતા વ્યાપી છે.