દેશમાં ફરી ‘લોકડાઉન’ લાગશે?, જાણો શું કહ્યું મોદી સરકારે

Chintan Suthar

ઊર્જા સંકટની ચર્ચાઓ વચ્ચે મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને કિરેન રિજિજુએ આપી સ્પષ્ટતા — “દેશમાં લૉકડાઉનનો કોઈ વિચાર નથી”

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર દેશવ્યાપી લૉકડાઉન લાગુ થવાની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી. જોકે, આ તમામ અફવાઓને કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે ખોટી ગણાવી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puri એ જણાવ્યું કે સરકાર પાસે હાલમાં લૉકડાઉન લાગુ કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે સરકાર ઊર્જા પુરવઠો, સપ્લાય ચેઈન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પર સતત ‘રિયલ ટાઈમ’ નજર રાખી રહી છે. લોકો શાંતિ જાળવે અને જવાબદારીપૂર્વક વર્તે તેવી અપીલ પણ તેમણે કરી છે.

બીજી તરફ, કેન્દ્રીય મંત્રી Kiren Rijiju એ પણ લૉકડાઉન અંગેની અફવાઓને નકારી કાઢી છે. તેમણે સંસદ બહાર મીડિયાને જણાવ્યું કે દેશની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સરકાર દરેક સ્થિતિને સંભાળવા તૈયાર છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી Narendra Modi પોતે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

આ પહેલાં, લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આવનારો સમય દેશ માટે મોટી પરીક્ષા સમાન હોઈ શકે છે અને તમામ રાજ્યો તથા નાગરિકોએ ‘ટીમ ઇન્ડિયા’ તરીકે સાથે મળીને કામ કરવું જરૂરી રહેશે.
મહત્વનું છે કે હાલની પરિસ્થિતિમાં લૉકડાઉન લાગુ થવાની કોઈ શક્યતા નથી. સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી સચોટ માહિતી પર વિશ્વાસ રાખવાની સલાહ આપવામાં આવી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *