નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ 8મા ધોરણની નવી સોશિયલ સાયન્સની પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર એક વિભાગ શરૂ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે 8મા ધોરણના બાળકો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર શું હોય છે તે વિશે ભણશે.
જોકે NCERT ધોરણ 8નું એક પાઠ્યપુસ્તક વિવાદમાં ફસાયું છે.પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની ચર્ચા કરવામાં આવી છે. આનાથી CJI ગુસ્સે થયા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે કહ્યું કે તેઓ કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી નહીં આપે. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે તેનો સામનો કેવી રીતે કરવો. તેમણે કહ્યું કે તેઓ સ્વતઃ નોંધ લેશે. CJIએ કહ્યું કે આ એક જાણી જોઈને કરાયેલું કૃત્ય લાગે છે. આ ઉપરાંત સાંસદ કપિલ સિબ્બલે પણ પાઠ્યપુસ્તકમાં થયેલા ફેરફારો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, NCERT આઠમા ધોરણના વિદ્યાર્થીઓને ભ્રષ્ટ ન્યાયતંત્ર વિશે શીખવી રહ્યું છે.
મહત્વનું છે કે, NCERTએ 8મા ધોરણની નવી સોશિયલ સાયન્સની પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર એક વિભાગ શરૂ કર્યો છે.આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના 81 હજાર, હાઈકોર્ટના 62 લાખ 40 હજાર, જિલ્લા અને સબઓર્ડિનેટ કોર્ટના 4 કરોડ 70 લાખ પેન્ડિંગ કેસની સંખ્યા પણ જણાવવામાં આવી છે. આમાં ન્યાય સુધી પહોંચને સમજાવવા કરતાં વધુ જ્યુડિશિયલ સિસ્ટમ સામે આવતા પડકારો જેવા કે ભ્રષ્ટાચાર અને કેસના બેકલોગને દર્શાવવામાં આવ્યા છે.
