દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બની ગયુ છે : યોગી આદિત્યનાથ

Chintan Suthar

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ગોરખપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં પ્રવર્તતા વાયુ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દિલ્હીની વર્તમાન સ્થિતિની સરખામણી ગેસ ચેમ્બર સાથે કરતા જણાવ્યું હતું કે ત્યાંની હવા એટલી ઝેરી બની ગઈ છે કે સામાન્ય માણસ માટે શ્વાસ લેવો પણ જોખમી સાબિત થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં અનેક વખત વિપક્ષ ખરાબ હવાનો મુદ્દો ઉઠાવી હાલની ભાજપ સરકારને ઘેરી રહ્યું છે તેવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર સાથે કરી દેતાં વિપક્ષને પ્રહાર કરવાનો મોકો આપી દીધો છે. પર્યાવરણ અંગે વાતચીત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે, ‘આજે દુનિયા સામે સૌથી મોટો પડકાર પર્યાવરણ નુકસાનનો છે. તમે જુઓ કે અહીં પર્યાવરણ કેવું સરસ છે કોઈ પ્રદૂષણ નથી, જો પ્રદૂષણ ન હોય તો બીમારી પણ ન હોય, જ્યારે પ્રદૂષણ થશે ત્યારે ફેફસાને નુકસાન પહોંચશે. જો ઓક્સિજન સપ્લાય કરતું મશીન જ ખરાબ થઈ જાય ત્યારે સંપૂર્ણ શરીર ખરાબ થઈ જશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *