અજિત પવારનું મૃત્યુ કાવતરું : અજિત પવારના ભત્રીજાએ ઉઠાવ્યા સવાલ

Chintan Suthar

મહારાષ્ટ્રની રાજનીતિમાં અજીત પવારના આકસ્મિક અવસાનને લઈને એક નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારના ભત્રીજા રોહિત પવારે તેમના કાકાના આકસ્મિક મૃત્યુ પર કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

રોહિત પવારે કહ્યું હતું કે છેક છેલ્લી ઘડીએ અજિત પવારનો બારામતી જવાનો પ્લાન બદલાયો કે કોઈએ બદલાવ્યો એ જોવું પડશે. રોહિત પવારે કહ્યું હતું કે ‘અજિત પવાર છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ કાળજી રાખતા હતા. તેમણે પ્લાસ્ટિકની બૉટલમાંથી પાણી પીવાનું પણ બંધ કરી દીધું હતું.’ તેમણે આશંકા બતાવી છે કે આ માત્ર એક દુર્ઘટના નહીં પણ એક કાવતરું પણ હોઈ શકે છે. રોહિત પવારે દાવો કર્યો છે કે વિમાન ઉડ્યું તે પહેલાંની ઘણી સંદિગ્ધ વાતો સામે આવી છે. રોહિતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં લોકો પૂછી રહ્યા છે કે અજીત પવારની વિમાન દુર્ઘટનાએ વાસ્તવમાં દુર્ઘટના હતી કે પછી તેની પાછળ કોઈ કાવતરું હતું.

રોહિત પવારે દાવો કર્યો કે વિમાનના ઉડાન પહેલાંની ઘણી સંદિગ્ધ વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે વારે 7 વાગ્યે ક્રૂ હાજર હતું, થોડી જ મિનિટો પછી વિઝીબીલીટી ચેક કરવામાં આવી. તેની 10 મિનિટ પછી એટલે કે 7:10 વાગ્યે વધુ બરાબર હતું. 7:50 વાગ્યે અજીત પવાર એરપોર્ટ પહોંચ્યા અને 8:10 વાગે વિમાને ઉડાન ભરી. તેમનો કાફલો બારામતી જવા માટે તેમના બંગલાની બહાર તૈયાર હતો. એક સિનિયર લીડર તેમને મળવા આવવાના હતા અને તે મોડા આવ્યા માટે તેઓ કાર દ્વારા રોડ માર્ગે જવાને બદલે ફ્લાઇટ બુક કરવા માટે મજબૂર થયા. તેમણે એક ફાઇલ પર સાઇન કરવાની હતી. તેઓ મંત્રાલયમાં હતા અમાટે તેમને બારામતી જવા માટે મોડા સુધી રહ જોઈ. પ્લેનનો સમય સવારે 7 વાગ્યાનો હતો તો તે 8 વાગ્યે કેમ ઉપડ્યું? ફ્લાઇટમાં ટેક ઓફમાં મોડું થવાને માટે જવાબદાર કોણ ?

મહત્વનું છે કે, અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ મુંબઈથી બારામતી જતી વખતે વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના ૧૩ દિવસ પછી રોહિત પવારે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને એના પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *