અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

Chintan Suthar

કોઈ શાળા એટલા માટે ફેમસ હોય કે, તે શાળાનું ભણતર સારું હોય અથવા તો આ શાળાના બાળકોએ ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું હોય. પરંતુ આજે અમે તમને એક એવી શાળા વિશે વાત કરીશું કે, જેનું નામ ફેમસ કરતા વિવાદોમાં વધુ રહ્યું છે. આ શાળા અન્ય કોઈ નહીં  પણ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ છે.

સેવન્થ ડે સ્કૂલ એક વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. આ વખતે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 વિદ્યાર્થીઓ ભેગા મળીને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે.ગઈકાલે સવારે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટની ઘટના બની હતી.ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હતી.

અગાઉ લાઈનમાં ઊભા રહેવા બાબતે થયેલ માથાકૂટની અદાવત રાખી મારામારી થઈ હતી.ખોખરા પોલીસ સ્ટેશનમાં ચાર સગીર સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.DEO કહ્યું પ્રિન્સિપલ અને એડમિન સ્ટાફ જૂના મેનેજમેન્ટના છે.ઘટનાની જાણ કરવામાં આવી નહોતી, જેથી નોટિસ અપાવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ મુજબ સેવન્થ ડે સ્કૂલ છુટ્યા બાદ બધા વિદ્યાર્થીઓને લાઈનબદ્ધ રીતે બહાર નીકળે તે માટે કાર્તિક (નામ બદલેલ છે) નામનો મોનિટર નિર્દેશ આપી રહ્યો હતો. જેના બાદ ત્રણ વિદ્યાર્થીઓ એક લાઈનમાં ચાલતા ન હોવાથી મોનિટરે તેમને લાઈનમાં ચાલવા અથવા સાઈડમાં ઊભા રહી જવાનું કહેતા ત્રણેય તેની સાથે ઝઘડવા લાગ્યા અને તેને ધમકાવા લાગ્યા હતા. ત્યારબાદ સ્કૂલમાંથી બહાર નીકળતી વેળાએ સાયકલ પાર્કિગની બાજુના એરિયામાં આ ત્રણમાંથી બે વિદ્યાર્થીને મોનિટરને કહ્યું કે કાલે તને જોઈ લઈશું.બીજા દિવસે સ્કૂલે આશરે 11 વાગ્યે મોનિટર ક્લાસરૂમમાંથી વોશરુમ તરફ નીકળ્યો ત્યારે આ ત્રણ તેની પાછળ ગયા હતા. ત્યાં જ કોલર પકડીને કાર્તિકને ધમકાવ્યો હતો કે તે અમને લાઈનમાંથી બહાર કેમ કર્યા? આ દરમિયાન એકે તેના હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા અને ધમકી આપી હતી કે હવે પછી આવુ કર્યું તો તને જાનથી મારી નાખીશું એમ કહીને મારામારી શરૂ કરી હતી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *