ઓનલાઈન કોરિયન લવ ગેમની લત અને મધરાત્રે મોતનો તાંડવ, 3 સગી બહેનો 9મા માળેથી કૂદી

Chintan Suthar

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

મંગળવારે રાત્રે 2 વાગ્યે ત્રણેય બહેનો હાથ પકડીને બાલ્કનીમાંથી કૂદી પડી હતી. પડવાનો અવાજ સાંભળીને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્રણેય બહેનોની ઉંમર 12 થી 16 વર્ષની વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રણેય બહેનોને ટાસ્ક-બેઝ્ડ ‘કોરિયન લવ ગેમ’ની લત હતી. તેઓ કોરોના કાળથી આ ગેમ રમી રહી હતી. પિતાએ તેમને ગેમ રમવાની ના પાડી અને ઠપકો આપ્યો હતો, જેના કારણે ત્રણેય બહેનોએ આ પગલું ભર્યું હતું. જોકે, પરિવારના સભ્યો અત્યારે આ અંગે કંઈ કહી રહ્યા નથી. આ ઘટના ભારત સિટી બી-1 ટાવરના ફ્લેટ નંબર 907ની છે.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં સરી પડ્યા છે.  પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *