વોટ્સએપ અને તેની કંપની મેટાનો ભારતની સુપ્રીમ કોર્ટે પ્રાઇવસી મુદ્દે ઉધડો લીધો

Chintan Suthar

ભારતની સર્વોચ્ચ અદાલતે [Supreme Court of India] સોશિયલ મીડિયા જાયન્ટ મેટા [Meta] અને વોટ્સએપ [WhatsApp] ને અત્યંત કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. ડેટા શેરિંગ [Data Sharing] ના નામે દેશના નાગરિકોની પ્રાઈવસી સાથે રમત કરનારી કંપનીઓને સુપ્રીમ કોર્ટે આડેહાથ લીધી હતી.

પોતાની નક્કી કરાયેલી ચોક્કસ જાહેરાતોના હેતુ માટે લોકોના ડેટાને શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને કહ્યું હતું કે એક સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવા નહીં દઇએ, તમે લોકોની પ્રાઇવેસી સાથે રમત ના રમી શકો, જો તમે અમારા બંધારણને અનુસરી શકો તેમ ના હોય તો પછી ભારત છોડી દો, પરંતુ અમે નાગરિકોની પ્રાઇવસી સાથે બાંધછોડ નહીં થવા દઇએ.

સુપ્રીમ કોર્ટે વોટ્સએપને વેધક સવાલ પૂછ્યો કે, “યુઝર્સ માટે ‘ઓપ્ટ આઉટ’ [Opt-out] નો વિકલ્પ ક્યાં છે?” જો કોઈ યુઝર પોતાનો ડેટા શેર કરવા માંગતો ન હોય, તો તેને તેનાથી બહાર રહેવાની છૂટ મળવી જોઈએ. વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબલે [Akhil Sibal] દલીલ કરી હતી કે પ્લેટફોર્મની પોલિસીમાંથી બહાર રહેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ કોર્ટે આ મામલે વધુ સ્પષ્ટતા માંગી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *