U 19 World Cup : U-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ જીતીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે. સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી 10મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ U-19 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો છે. ટીમે 311 રનના ટાર્ગેટને માત્ર 41.1 ઓવરમાં પાર પાડી દીધો છે. ટીમ ઈન્ડિયાના એરોન જ્યોર્જે 115 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ફાઈનલ મેચ રમાશે જેમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો સામનો થશે.

આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમે આ ટુર્નામેન્ટ રેકોર્ડ પાંચ વખત જીતી છે. વધુમાં તે સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચી છે. આ અંડર-19 વર્લ્ડ કપની ૧૬મી આવૃત્તિ છે, અને ભારત અત્યાર સુધીમાં ૧૦ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલ રોમાંચક થવાની ધારણા છે. પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૨૭ રનથી હરાવ્યું હતું.

Share This Article