વિમાન ક્રેશમાં મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહીત 5 ના મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

આજે સવારે 28 જાન્યુઆરી 2026ના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં એક ખાનગી ચાર્ટર્ડ ક્રેશ થઈ ગયું, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પીઢ નેતા અજિત પવારનું દુખદ નિધન થયું છે.

DGCA ની પુષ્ટિ અનુસાર, આ અકસ્માતમાં અજિત પવાર (Ajit Pawar) સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના કરુણ નિધન થયા છે. મુંબઈથી બારામતી બેઠકો માટે જઈ રહેલા નેતાના આકસ્મિક અવસાનથી સમગ્ર રાજ્યમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ,  આજે સવારે 8:45 કલાકે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. મુંબઈથી બારામતી જઈ રહેલું ફ્લાઇટ VSR દ્વારા સંચાલિત ખાનગી લિયરજેટ 45 (રજીસ્ટ્રેશન VT-SSK) વિમાન જ્યારે રનવે પર ઉતરાણનો બીજો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે અચાનક રનવે પરથી ભટકી ગયુ અને ખેતરમાં ખાબક્યું હતું.

DGCA ના અહેવાલ મુજબ, આ પ્રચંડ ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ કમનસીબ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેમના અંગત સુરક્ષા અધિકારી (PSO), એક સહાયક તેમજ પાયલોટ-ઈન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર સહિત વિમાનમાં સવાર તમામ પાંચેય વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે.

Share This Article