ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગની ઘટના સામે આવી છે.ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શરમજનક સ્થિતિ સર્જાઈ છે. આસામ ક્રિકેટ એસોસિએશને ભ્રષ્ટાચારના આરોપોમાં તાત્કાલિક અસરથી ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમના પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં આસામ ટીમના કેટલાક ખેલાડીઓને પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ છે.
આસામ ક્રિકેટ એસોસિયેશનના સચિવ સનાતન દાસે મીડિયાને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ‘ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ, અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરી, ક્રિકેટમાં ભ્રષ્ટચારમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.’
