IND vs PAK વિવાદ: UAE એ પાકિસ્તાનને સંભળાવ્યું, કહ્યું ‘અહેસાન ના ભૂલો…’

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) પર કડક પ્રતિબંધો લગાવવાની તૈયારી શરુ કરી હતી. એવામાં આ ઘટનાક્રમમાં હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ મેદાનમાં આવ્યું છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને તેના જૂના અહેસાન યાદ અપાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત સામેના બહિષ્કારનો નિર્ણય માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ નાના એસોસિએટ દેશોની આર્થિક સ્થિતિને પણ જોખમમાં મૂકી શકે છે.

એક રિપોર્ટ મુજબ, એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને ‘ક્રિકેટ પરિવારનો મહત્ત્વનો સભ્ય’ ગણાવતા કહ્યું કે, જ્યારે કોઈ મોટો દેશ પાકિસ્તાનમાં રમવા તૈયાર નહોતો, ત્યારે UAEએ જ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. બોર્ડનું માનવું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં સૌથી વધુ જોવાયેલી મેચ રદ થવાથી વૈશ્વિક દર્શકો અને સ્પોન્સર્સ પર નકારાત્મક અસર પડશે. આ નુકસાન માત્ર મોટા દેશો પૂરતું સીમિત નથી, પણ તેનાથી આખા ક્રિકેટ ઇકોસિસ્ટમને ફટકો પડશે.

Share This Article