મંગળવારે (9 ડિસેમ્બર, 2025) રાજસ્થાનના સીકરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જયપુર-બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફતેહપુર નજીક એક સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ ગંભીર રીતે નુકસાન પામ્યો. આ ગંભીર માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, સ્લીપર બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના વલસાડના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ જમ્મુમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી ખાટુશ્યામજીના દર્શન કરવા માટે સીકર આવ્યા હતા.
