ભારતીય ક્રિકેટ ટીમે વર્ષોના લાંબા ઇંતેજાર અને સતત નિષ્ફળતાઓને પાછળ છોડીને આખરે 2025 મહિલા વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ ઐતિહાસિક જીત બાદ હવે ટીમ ઇન્ડિયા પર છપ્પરફાડ પૈસાનો વરસાદ થયો છે.
BCCI એ રવિવારે (2 નવેમ્બર) મહિલા વર્લ્ડ કપ 2025 જીતીને ઇતિહાસ રચનારી ભારતીય ટીમ માટે પોતાનો ખજાનો ખોલ્યો છે. બોર્ડે ₹12 કરોડની ઇનામી રકમની જાહેરાત કરી છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) કરતા વધુ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને ટાઇટલ જીતવા બદલ ICC તરફથી આશરે ₹39 કરોડ મળ્યા હતા. BCCI એ ભારતીય ટીમના ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે ₹51 કરોડના રોકડ ઇનામની પણ જાહેરાત કરી છે. કેપ્ટન હરમનપ્રીત એન્ડ કંપની માટે આ બેવડી ખુશખબરી છે.
આપને જણાવી દઈએ કે, હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળના ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 298 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ મેચ અને દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી.
